મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે પૂ.પ્રમુખસ્વામી મહારાજની જન્મજયંતીના ઉપલક્ષ્યમાં પ્રમુખસ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર દ્વારા અભિવાદન સમારોહ યોજાયો હતો
. મુખ્યમંત્રીના વરદ્હસ્તે આ અવસરે આદિજાતિ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં PSVTCના તાલીમાર્થી વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આદિજાતિ વિભાગ સાથે ‘પ્રમુખસ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર’નું PPP મોડથી જોડાણ કરવામાં આવ્યું હતું, જે સંદર્ભે મુખ્યમંત્રીશ્રીના હસ્તે જનભાગીદારી સાથેના જોડાણનું પ્રમાણપત્ર PSVTCના આચાર્ય અને સંતવર્યોને અર્પણ કરાયું હતું. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે કૌશલ્ય, નવીનતા અને સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. ભારતના યુવાનોમાં આ ત્રણેય ગુણો અને ક્ષમતા છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ આપણો યુવાન સ્કીલ, વિલ અને ઝિલના બળે પથ્થરમાંથી પાણી કાઢી શકવા સમર્થ છે એમ ગૌરવથી કહ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, બે દશક પહેલા અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટામાં એક પણ […]
