મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે પૂ.પ્રમુખસ્વામી મહારાજની જન્મજયંતીના ઉપલક્ષ્યમાં પ્રમુખસ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર દ્વારા અભિવાદન સમારોહ યોજાયો હતો
. મુખ્યમંત્રીના વરદ્હસ્તે આ અવસરે આદિજાતિ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં PSVTCના તાલીમાર્થી વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આદિજાતિ વિભાગ સાથે ‘પ્રમુખસ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર’નું PPP મોડથી જોડાણ કરવામાં આવ્યું હતું, જે સંદર્ભે મુખ્યમંત્રીશ્રીના હસ્તે જનભાગીદારી સાથેના જોડાણનું પ્રમાણપત્ર PSVTCના આચાર્ય અને સંતવર્યોને અર્પણ કરાયું હતું. […]



