Our Visitor:

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, ધરમપુર ખાતે ‘સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ’ની થીમ સાથે આયોજિત

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, ધરમપુર ખાતે ‘સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ’ની થીમ સાથે આયોજિત ત્રિ-દિવસીય 12મી ચિંતન શિબિર-2025નું સમાપન રાજ્યના મંત્રીશ્રીઓ, વરિષ્ઠ સચિવશ્રીઓ તેમજ સનદી અધિકારીશ્રીઓ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં થયું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ચિંતન શિબિરના સમાપન અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારતના સંકલ્પમાં ગુજરાતને વિકસિત ગુજરાતથી અગ્રેસર રાખવા અર્નિંગ વેલ લીવિંગ વેલના મંત્ર સાથે આપણે જે રોડમેપ તૈયાર કર્યો છે, તેને થીન્કિંગ વેલ ડૂઇંગ વેલના ભાવથી આ ચિંતન શિબિર વૈચારિક ભાથું પૂરું પાડશે.

તેમણે અધિકારીઓને સંપૂર્ણ સમર્પણ, જવાબદારી અને લોકહિતની પ્રતિબદ્ધતા સાથે ફરજ નિભાવવાનું જણાવતાં ઉમેર્યું હતું કે, આપણે જ્યાં હોઇએ ત્યાં આપણું શ્રેષ્ઠ કાર્યપ્રદાન આપીને રાજ્યના વિકાસમાં અને સામાન્ય માનવીના સુખ સુવિધાના કામોમાં કાર્યરત રહીએ ત્યારે જ આત્મસંતોષ મળે.

સાથે જ મુખ્યમંત્રીશ્રીએ માનનીય વડાપ્રધાનશ્રીએ 2003માં શરૂ કરાવેલી ચિંતન શિબિરની ઉત્તરોત્તર સફળતામાં ટીમ ગુજરાતની મહેનત અને પ્રજા હિત માટેના સામૂહિક ચિંતનને ફળદાયી ગણાવી, આ ત્રિદિવસીય ચિંતન શિબિરના વિધિધ ચર્ચાસત્રોમાં સામૂહિક વિચાર મંથનથી મળેલા સૂચનોને વાસ્તવિક અમલમાં મૂકવા ટીમ સ્પીરીટથી કાર્યરત થવા સૌને માર્ગદર્શન આપ્યું હતું અને કુપોષણ સામે સામૂહિક ઝુંબેશ શરૂ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

તે ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ ચિંતન શિબિરમાં સામૂહિક જૂથ ચર્ચામાં આવેલા વિષયો પર થયેલી કામગીરીના સમયાંતરે મૂલ્યાંકનની તેમજ આગામી ચિંતન શિબિરમાં નવી ઊર્જા તથા વધુ ઊંચા વિકાસ લક્ષ્યો સાથે મળવાની અપેક્ષા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, ધરમપુર ખાતે ‘સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ’ની થીમ સાથે આયોજિત

shop